નર્મદા ઘાટનું ₹15.10 કરોડના ખર્ચે કરાયું ભવ્ય અપગ્રેડેશન, PM મોદી મહાઆરતીમાં રહેશે ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરે એકતાનગર ખાતે નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા ₹15.10 કરોડના ખર્ચે શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું વિસ્તરણ અને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. ઘાટની મુલાકાતી ક્ષમતા 4,000થી વધારીને 6,000 કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરની સાંજે એકતાનગર પહોંચશે અને નર્મદા ઘાટ ખાતે યોજાનારી નર્મદા મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. આ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા શૂલપાણેશ્વર નર્મદા ઘાટનું ₹15.10 કરોડના ખર્ચે અપગ્રેડેશન અને વિકાસ કરવામાં આવ્યો છે.
હવે 6,000 મુલાકાતીઓને સમાવી શકશે ઘાટ
અપગ્રેડેશન બાદ નર્મદા ઘાટની મુલાકાતી ક્ષમતા 4,000થી વધારીને 6,000 કરવામાં આવી છે. તેમાં આશરે 2,000 લોકો માટે વિશેષ બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. ઘાટ અને સમૂહમાં એકત્ર થવા માટેની જગ્યામાં વધારો કરવા ઉપરવાસ તરફ 31 મીટર × 47 મીટર અને કિનારા તરફ 95 મીટર × 10.5 મીટરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
190 મીટરનો નવો એપ્રોચ રોડ
એકતા નર્સરી ગેટ મારફતે 190 મીટર લાંબો તમામ ઋતુઓમાં ઉપયોગી એપ્રોચ રોડ વિકસાવવામાં આવ્યો છે. તેનાથી વાહનો અને યાત્રાળુઓની અવરજવર વધુ સુવ્યવસ્થિત બનશે. સાંજની આરતી અને અન્ય ધાર્મિક વિધિઓ માટે વિશેષ પ્રાંગણ તેમજ ખુલ્લા રંગમંચ જેવી બેઠક વ્યવસ્થા પણ તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો: PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાને મળશે ₹407.56 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ
લાલ રેતીના પથ્થરોથી ઘાટનું સૌંદર્યીકરણ
ઘાટને વધુ આકર્ષક બનાવવા લાલ રેતીના પથ્થરોનું બાહ્ય આવરણ, કોતરણીવાળી રેલિંગ અને લપસી ન જવાય તેવી ટકાઉ ફર્શ બનાવવામાં આવી છે. એકતા નર્સરી ગેટથી ઘાટ તરફના માર્ગ પર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયવસ્તુ ધરાવતા ભીંતચિત્રો બનાવવામાં આવ્યા છે. ભગવાન શિવની વિરાટ પ્રતિમા માટે જરૂરી આધારપીઠ સંબંધિત કામગીરી પણ કરવામાં આવી છે.
નદીકાંઠાના સંરક્ષણ પર પણ ભાર
ચોમાસામાં પૂર દરમિયાન કાંઠાનું ધોવાણ અટકાવવા માટે RCC retaining structures અને નદીના પ્રવાહને નિયંત્રિત કરતી અન્ય કામગીરી કરવામાં આવી છે. અપગ્રેડેશનથી દૈનિક આરતી, પવિત્ર સ્નાન, ધાર્મિક વિધિઓ અને મોટા તહેવારો દરમિયાન વધુ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે સમાવી શકાશે. સાથે જ એકતાનગરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્યટન સ્થળ તરીકે વધુ મજબૂતી મળવાની અપેક્ષા છે.
Also Read

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો




