KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ: વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશને રક્તદાનમાં રચ્યો નવો રેકોર્ડ

અમદાવાદના વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં 2,075 યુનિટ રક્ત એકત્રિત કરી નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ અભિયાનને ‘સેવા સંકલ્પ અભિયાન’ને સમર્પિત કરવામાં આવ્યું છે.

kuberanowPublished On : 29 Sept 2026
vatva blood camp

અમદાવાદના વટવા ઔદ્યોગિક વિસ્તારના ઉદ્યોગકારોએ ફરી એકવાર સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા 29 સપ્ટેમ્બરે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં કુલ 2,075 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેન્દ્ર સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ને સમર્પિત કરવામાં આવ્યું છે. વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા અનેક દાયકાઓથી ચાલતી આ સેવાકીય પરંપરાને હવે વટવાના ઉદ્યોગકારોએ એક ઉત્સવનું સ્વરૂપ આપ્યું છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, કર્મચારીઓ અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


પાંચ વર્ષમાં રક્તદાન અભિયાનમાં સતત વધારો

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના રક્તદાન અભિયાનમાં દર વર્ષે નવા આંકડા સામે આવી રહ્યા છે. વર્ષ 2021માં 853 યુનિટ, 2022માં 1,320 યુનિટ, 2023માં 1,401 યુનિટ, 2024માં 1,605 યુનિટ, 2025માં 1,611 યુનિટ અને આ વર્ષે રેકોર્ડ 2,075 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 2,488 રક્તદાતાઓએ રક્તદાન માટે ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે ગયા વર્ષે રક્તદાન નકારવાનો દર 24 ટકા હતો, જે આ વર્ષે ઘટીને માત્ર 16.50 ટકા થયો છે. પરિણામે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે રક્ત એકત્રિત કરવામાં નોંધપાત્ર વધારો થયો છે.


રક્તદાન પૂરતું નહીં, દાતાઓના સ્વાસ્થ્યની પણ ચિંતા

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની આ પહેલની ખાસિયત માત્ર રક્તદાન પૂરતી મર્યાદિત નથી. જે લોકોનું કોઈ કારણસર રક્તદાન સ્વીકારવામાં આવતું નથી, તેમને એસોસિએશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની તબીબી સહાય અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ છે કે આગામી વર્ષોમાં આવા લોકો પણ સફળતાપૂર્વક રક્તદાન કરી શકે. રક્તદાન નકારવાનો દર ઘટાડવા માટે એસોસિએશન દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી આરોગ્ય સુધારણા સંબંધિત પહેલોનું પરિણામ આ વર્ષે જોવા મળ્યું છે. 24 ટકાથી ઘટીને 16.50 ટકા થયેલો રિજેક્ટ રેટ આ અભિયાનની સફળતાને દર્શાવે છે.


2,000થી વધુ યુનિટ રક્તદાનનો સંકલ્પ પૂર્ણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 2,000થી વધુ યુનિટ રક્તદાન કરવાનો સંકલ્પ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની યુવા પેઢીએ લીધો હતો. આ સંકલ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરીને 2,075 યુનિટ રક્ત વડાપ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ ધવલ પી. પટેલના નેતૃત્વ હેઠળ આ સમગ્ર સેવાકીય અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે. એસોસિએશનના યુવા ઉદ્યોગસાહસિકોની ટીમે પણ આ અભિયાનને સફળ બનાવવા માટે સતત મહેનત કરી હતી.


વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ

આ સમગ્ર સેવાકીય કામગીરીમાં એસોસિએશનની ટીમની મહત્વની ભૂમિકા રહી છે. એસોસિએશનના પ્રમુખ ધવલ પી. પટેલ, ઉપપ્રમુખ કૌમિલ કે. પટેલ, Hon. Secretary કિરણ એન. પટેલ, Hon. Tresurer ભૂમિલ એસ. શાહ, Hon. Jt. Secretary સાગર વી. કોઠારી, Hon. Jt. Secretary કૃણાલ એ. પટેલ, Hon. Jt. Tresurer અલ્કેશ બી. પટેલ, Hon. Jt. Tresurer જિતેન્દ્ર પી. પટેલ અને તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ વશિષ્ઠ કે. વધાવાણા સહિતની ટીમે આ અભિયાનને સફળ બનાવવા મહત્વની જવાબદારી નિભાવી છે.


વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વર્ષોથી ચાલી રહેલી આ પહેલ એ વાતનું ઉદાહરણ છે કે ઉદ્યોગ અને વ્યવસાયની સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવવામાં આવે તો મોટી સંખ્યામાં લોકોના જીવનને મદદ મળી શકે છે. દર વર્ષે નવા રેકોર્ડ સાથે આગળ વધી રહેલું આ રક્તદાન અભિયાન ભવિષ્યમાં પણ વધુ મોટા સેવાકીય સીમાચિહ્નો હાંસલ કરવાનો સંકલ્પ દર્શાવે છે.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા

PM MODI

બનાસકાંઠાથી ખેડૂતોને મોટી ભેટ, ₹14,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સાથે PM Kisanનો 24મો હપ્તો જાહેર

Train

PM Modi Gujarat Visit: પાટા પર વિકાસની નવી ગતિ! ગુજરાતમાં બે નવી ટ્રેનોથી આર્થિક પ્રવૃત્તિઓને ટેકો

pm

PM Modi Gujarat Visit | PM મોદી આજે ગુજરાતમાં: ₹14,400 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ