KuberaNowLogo
Wednesday, 04/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

વોકલ ફોર લોકલ: ગુજરાતના માટી મૂર્તિકારો બન્યા આત્મનિર્ભર, 7 દિવસમાં ₹5 કરોડનો વેપાર

રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન’ દ્વારા તા. 08 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ને ભવ્ય સફળતા મળી છે.

desk@kuberanowPublished On : 21 Sept 2026
Gujarat Cottage Industry
Gujarat Cottage IndustryAI Generated Image

રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન’ દ્વારા તા. 08 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ને ભવ્ય સફળતા મળી છે. આ 7 દિવસીય મેળા દરમિયાન રાજ્યના 361 નોંધાયેલા કારીગરો દ્વારા નિર્માણ કરવામાં આવેલી 23542 ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની માટીની મૂર્તિઓનું વેચાણ થતાં અંદાજે રૂ. 5 કરોડની આવક મેળવી છે. આ આયોજન માટે સંસ્થાન દ્વારા 361 માટી મૂર્તિકારોને 186 ટન 'રેડી-ટુ-યુઝ' માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા 100 ટકા સબસિડી સાથે વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરાયા હતા.

 

અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં વિવિધ પાંચ સ્થળોએ યોજાયેલા આ મેળામાં પર્યાવરણપ્રેમી ગણેશભક્તોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુ રકમનું વેચાણ નોંધાયું હતું, જ્યારે સુરતના અડાજણ ખાતે સૌથી વધુ 7920 મૂર્તિઓનું રૂ. 1.11 કરોડથી વધુનું વેચાણ થયું હતું. આ ઉપરાંત વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે 79 સ્ટોલમાં રૂ. 85.77 લાખ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના 124 સ્ટોલમાં રૂ. 77.99 લાખ અને અમદાવાદના બોપલ હસ્તકલા હાટ ખાતે 30 સ્ટોલમાં રૂ. 32.55 લાખનું વેચાણ થયું હતું.

 

ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના સક્રિય નેતૃત્વ હેઠળ આયોજિત આ મેળાએ "વોકલ ફોર લોકલ" અને આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને ચરિતાર્થ કરી છે. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત 10 જિલ્લાની 302 શાળાઓના 84500 થી વધુ વિદ્યાર્થીઓને માટીની મૂર્તિ બનાવવાનું લાઈવ નિદર્શન અને DIY (Do It Yourself) પ્રવૃત્તિઓ કરાવી પર્યાવરણીય જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ યોજના માત્ર પુરુષ મૂર્તિકારો પૂરતી સીમિત ન રહેતાં, મૂર્તિ નિર્માણ અને સુશોભનમાં જોડાયેલી કારીગર પરિવારની મહિલાઓને ઘરઆંગણે જ આજીવિકા પૂરી પાડી સામાજિક સશક્તીકરણ એક મજબૂત માધ્યમ બની છે.


અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં ગણેશોત્સવ પર્વ દરમિયાન પરંપરાગત રીતે પૂજાતી મૂર્તિઓમાં પર્યાવરણીય જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. વર્ષ 2014-15 સુધી રાજ્યમાં સ્થપાતી ગણેશ મૂર્તિઓમાં અંદાજે 90 ટકા મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની બનતી હતી, જે પાણીમાં ઓગળતી નથી અને જળચરો તથા જળસ્ત્રોતોને ભારે નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2015-16 થી ‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્થાન દ્વારા નોંધાયેલા કારીગરોને 50 ટકા સબસિડી દરે 'રેડી-ટુ-યુઝ' માટી, વિનામૂલ્યે વેચાણ સ્ટોલ અને દૈનિક રૂ. 1000 ની મેળાસહાય ચૂકવવામાં આવે છે, જેના પરિણામે છેલ્લા એક દાયકાના ભગીરથ પ્રયાસોથી રાજ્યમાં POP ની મૂર્તિઓનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો છે.

 

‘માટીના મૂર્તિકારો માટેની પ્રોત્સાહન યોજના’ હવે માત્ર રાહત કે સહાય પૂરતી સીમિત ન રહેતાં એક સક્ષમ આર્થિક મોડેલ બની ગઈ છે. આવનારા વર્ષોમાં આ મેળાઓ માત્ર વ્યાપારિક ગતિવિધિ ન રહેતા સંસ્કૃતિ, પર્યાવરણ અને ગ્રામીણ કૌશલ્યના ત્રિવેણી સંગમ થકી "આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત" તરફનું એક મજબૂત કદમ સાબિત થશે.


આ પણ વાંચો: દેશભરમાં ગણેશોત્સવમાં ₹50,000 કરોડના વેપારની સંભાવના


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

ntc

National Trading Conclave 1.0 : ટ્રેડર્સ માટે ખાસ Conclave! અમદાવાદમાં મળશે 1,000થી વધુ HNI Traders અને Investors સાથે જોડાવાની તક

India’s FTA Network

ગુજરાતના ઉદ્યોગો માટે ગ્લોબલ તક! FTAથી ₹9.77 લાખ કરોડની નિકાસને મળશે વેગ

Prabha Natural Farming Centre

ખેતરથી સીધા ગ્રાહક સુધી પહોંચશે પ્રાકૃતિક ઉત્પાદનો! વલસાડમાં ‘પ્રભા’ કેન્દ્રની શરૂઆત

bus

હવે બસમાં બેઠાં-બેઠાં માણો આકાશનો નજારો! સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લક્ઝરી Vista Dome સેવા શરૂ

Gujarat

ગુજરાતનો વિકાસ હવે ડિજિટલ નકશા પર! વિકસિત ભારત @2047 તરફ મોટું પગલું

NTC

NTC 1.0: અમદાવાદમાં યોજાશે નેશનલ ટ્રેડિંગ કોન્ક્લેવ, ભારતના અગ્રણી ટ્રેડર્સ અને માર્કેટ એક્સપર્ટ્સ એક મંચ પર આવશે

bus

દિવાળીમાં વતન જવાની ચિંતા છોડો! ST દોડાવશે 1,150 વધારાની ટ્રિપ

ekta diwas

રાષ્ટ્રીય એકતા દિવસ: ‘Run for Unity’ને ફ્લેગ ઓફ કરાવીને મુખ્યમંત્રી એકતા દોડમાં સહભાગી બન્યા