કોણ છે એલિસ હુઆંગ? Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધ અને ચીની જાસૂસના આરોપોથી ચર્ચામાં
Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધોને કારણે એલિસ હુઆંગનું નામ વૈશ્વિક ટેક અને રાજકીય વર્તુળોમાં ચર્ચામાં આવ્યું છે. એક અહેવાલ અનુસાર એલિસ હુઆંગ, જેને Huang Le નામથી પણ ઓળખવામાં આવે છે, જે ચીનના નાણાકીય ક્ષેત્રમાં કામ કર્યા બાદ સિંગાપુરની ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલની કન્ટ્રોલિંગ શેરહોલ્ડર બની હતી. અમેરિકન સત્તાવાળાઓ તેના ચીની જાસૂસ અંગે તપાસ કરી રહ્યા છે.

એલિસ હુઆંગનું નામ Nvidia CEO જેનસેન હુઆંગ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવ્યું છે. બંને વચ્ચે કોઈ પારિવારિક સંબંધ નથી. એક અહેવાલ મુજબ એલિસ હુઆંગે ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને પછી ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રમાં કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો સંબંધ એવી કંપની સાથે રહ્યો છે જે Nvidiaની એડવાન્સ ચીપ સાથે જોડાયેલા વેપારમાં સક્રિય હતી.
શાંઘાઈ ફાયનાન્સથી ક્લાઉડ કમ્પ્યુટિંગ સુધીનો સફર
ચીની ફાયનાન્સિયલ પબ્લિકેશન Caixin મુજબ એલિસ હુઆંગની ઉંમર લગભગ 42 વર્ષ હોવાનું જણાવાયું છે. ચીની ફંડ ઉદ્યોગના રેકોર્ડ્સ અનુસાર તેણે અગાઉ બેંકિગ અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં કામ કર્યું હતું. Simuwang પરના એક પ્રોફાઈલમાં તેના અગાઉ ટેલિવિઝન પત્રકારત્વમાં પણ કામ કર્યાનો ઉલ્લેખ હતો. મેગાસ્પીડ સાથે જોડાયા પહેલાં તેણે શાંઘાઈ હેક્સી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં સિનિયર હોદ્દો સંભાળ્યો હતો. 2016થી 2017 દરમિયાન Hexiના WeChat પોસ્ટમાં તેને ડેપ્યુટી જનરલ મેનેજર, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર અને ઈન્વેસ્ટમેન્ટ ડિસિઝન કમિટીની સભ્ય તરીકે હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ પોસ્ટમાં તેના અગાઉ HSBC પ્રાઈવેટ બેંક Hong Kong અને CITIC Securities સાથે કામ કર્યાનો પણ ઉલ્લેખ હતો.
Megaspeed સાથે ક્યારે જોડાઈ?
વોશિંગ્ટન સ્થિત રિસર્ટ ગ્રુપ C4ADSના કોર્પોરેટ રેકોર્ડના વિશ્લેષણ મુજબ એલિસ હુઆંગ માર્ચ 2023માં મેગાસ્પીડની કન્ટ્રોલિંગ શેરહોલ્ડર બની હતી. મેગાસ્પીડની સ્થાપના સિંગાપુરમાં 2015માં 7Road International નામે થઈ હતી. કંપની ક્લાઉડ કોમ્યુટીંગ સર્વિસ આપે છે અને પોતાની વેબસાઈટ પર Nvidiaની એશિયા પેશિફિક બિઝનેસ પાર્ટનર તરીકે હોવાની ઓળખ આપી છે. એલિસ હુઆંગ માર્ચથી નવેમ્બર 2023 દરમિયાન મેગાસ્પીડની ઈન્ડોનેશિયન સબસિડિયરીમાં ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કરતી હતી.
Nvidia ચીપના વેપારને લઈને તપાસ
મેગાસ્પીડ અમેરિકન સત્તાવાળાઓની તપાસ હેઠળ આવી હતી કારણ કે કંપનીએ ચાઈનીઝ ગ્રાહકો સુધી અમેરિકાના નિકાસ પ્રતિબંધો હેઠળ આવતી એડવાન્સ Nvidia ચીપ પહોંચાડવામાં મદદ કરી હતી કે નહીં તે અંગે સવાલ ઊભા થયા હતા. જોકે અત્યાર સુધી કંપનીએ અમેરિકાના નિકાસના નિયમોનો ભંગ કર્યો હોવાનું કોઈ જાહેર અંતિમ તારણ સામે આવ્યું નથી. Reutersએ તપાસેલા શિપિંગ રેકોર્ડ મુજબ મેગાસ્પીડની ઈન્ડોનેશિયન સબસિડિયરીએ 2024થી 2026 દરમિયાન Nvidiaને હાર્ડવેર આયાત કર્યા હતા. જેમાં H100 પ્રોસેસર અને સંબંધિત ઘટકોનો પણ સમાવેશ હતો. H100 એવી Nvidia ચીપમાંથી એક છે જેને ચાઈનામાં નિકાસ પર અમેરિકાએ નિયંત્રણ મૂક્યાં છે. જોકે ઈન્ડોનેશિયામાં થયેલા શિપમેન્ટ માત્રથી કોઈ નિયમભંગ સાબિત થતો નથી.
Jensen Huang સાથે સંબંધ કેવી રીતે સામે આવ્યો?
2024ના કોમ્પ્યુટેક્સ ટેક્નોલોજી ટ્રેડ શો દરમિયાન તાઈવાની સર્વર મેકર ગીગાબાઈટ દ્વારા યોજાયેલી એક પાર્ટીમાં એલિસ હુઆંગ અને જેનસેન હુઆંગ બંને હાજર હતા. LinkedIn પર મુકાયેલા એક ફોટામાં બંને બાજુબાજુ બેઠેલા જોવા મળ્યા હતા. એક વિદેશી અહેવાલ મુજબ અમેરિકન સત્તાવાળાઓએ એલિસ હુઆંગને ચીની ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી હોવાની શંકા વ્યક્ત કરી હતી અને તે જેનસેન હુઆંગ સાથેના નજીકના સંબંધ દરમિયાન Beijing સુધી માહિતી પહોંચાડતી હોવાનું માનવામાં આવ્યું હતું.
Nvidiaના બોર્ડે તપાસ હાથ ધરી
Nvidiaના બોર્ડે રિપોર્ટને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર તપાસ હાથ ધરી છે CEO જેનસેન હુઆંગને કોઈ વિદેશી જાસૂસના ઓપેરશન દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા કે નહીં. કંપનીએ કહ્યું છે કે હાલ સુધી US નેશનલ સિક્યોરિટી ઈન્ફોર્મેશન અથવા Nvidiaના વેપાર રહસ્યો સાથે સમાધાન થયું હોવાનું કોઈ કારણ બહાર આવ્યું નથી. જેનસેન હુઆંગે પણ પોતાની પત્ની પ્રત્યે અવિશ્વાસુ રહ્યા હોવાની કબૂલાત કરી હતી, પરંતુ કહ્યું હતું કે તેઓ અમેરિકાની નેશનલ સિક્યોરિટીને ટેકો આપવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: https://kuberanow.com/world/nvidia-shares-jensen-huang-probe-premarket-fall-2026110900039
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે FBI પણ આ મામલે તપાસ કરી રહી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ તેમણે જેનસેન હુઆંગ સાથે વાત કરી હતી અને હુઆંગે કહ્યું હતું કે તેમને તે મહિલા જાસૂસ હોવાની કોઈ જાણકારી નહોતી.
ચીને આરોપ નકાર્યા
ચીને એલિસ હુઆંગ અંગેના જાસૂસી અંગેના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે અગાઉ આવા આરોપોને આધારવિહોણા ગણાવ્યા હતા. હાલ સૌથી મોટો સવાલ એ છે કે એલિસ હુઆંગ અને જેનસેન હુઆંગ વચ્ચેના સંબંધથી Nvidiaની કોઈ સંવેદનશીલ માહિતી અથવા અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને અસર થઈ કે નહીં. Nvidiaના બોર્ડની તપાસ અને અમેરિકન સત્તાવાળાઓની કાર્યવાહી આ મામલે આગળ વધુ સ્પષ્ટતા કરી શકે છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Nvidia CEO Resign: જેનસન હુઆંગે આપ્યું રાજીનામું, કોલેટ ક્રેસ બન્યા વચગાળાના CEO, શેરમાં 12%નો કડાકો

ડોલરને પડકારવા ચીનનો મોટો પ્લાન, 16 નવેમ્બરથી શરૂ થશે નવો ખેલ

Nvidiaના શેર બીજા 9 ટકા ઘટ્યા, CEO Jensen Huangના રાજીનામાની માંગ

MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં LIC, Adani Green,Coforge અને Mishoનો ઉમેરો

મિડલ ઈસ્ટમાં મોટો વળાંક: ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે યુદ્ધ પૂરું, પણ ઈરાનની 7 શરતોએ વધાર્યું ટેન્શન

Wall Street Futuresમાં તેજી છતાં NVIDIAમાં 6%નો કડાકો, CEO Jensen Huang પર તપાસથી શેર દબાણમાં

Godzilla Minus Zero: ₹171 કરોડની ફિલ્મે ₹2000 કરોડની ‘Ramayana’ને પછાડી




