KuberaNowLogo
Tuesday, 03/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Binanceમાં સાયબર હુમલો! $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ, કંપની ભરપાઈ કરશે નુકસાન

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceમાં સુરક્ષા ભંગની ઘટનાની તપાસ ચાલી રહી છે. કંપનીના નવા અપડેટ મુજબ, ઘટનાની અંદાજિત અસર $6.3 બિલિયન છે અને આશરે $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ કરાઈ છે. સાવચેતીરૂપે જમા અને ઉપાડની સેવા અસ્થાયી ધોરણે બંધ કરાઈ છે. કંપનીએ તમામ નુકસાનની ભરપાઈ કરવાની ખાતરી આપી છે.

kuberanow deskPublished On : 30 Oct 2026
Binance security breach
Binance security breachAI Image

Binance security breach: વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceમાં સંભવિત સાયબર હુમલાની ઘટનાએ ચિંતા વધારી છે. શરૂઆતમાં કંપનીએ $2.54 બિલિયનની ક્રિપ્ટો સંપત્તિ ફ્રીઝ થયાની માહિતી આપી હતી. ત્યારબાદના કંપનીનાં સત્તાવાર અપડેટ મુજબ, આ રકમ વધીને આશરે $3 બિલિયન એટલે કે 300 કરોડ ડૉલર થઈ છે. કંપનીએ ઘટનાની કુલ અંદાજિત અસર $6.3 બિલિયન હોવાનું જણાવ્યું છે.


Binanceએ યુઝર્સને શું કહ્યું?

Binanceએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સમસ્યાનો ઉકેલ લાવવા તેની ટીમ સતત કામ કરી રહી છે અને તમામ નુકસાનની ભરપાઈ કંપની કરશે. કંપનીએ વપરાશકર્તાઓનાં ભંડોળ સુરક્ષિત હોવાની ખાતરી પણ આપી છે. સાવચેતીના ભાગરૂપે તમામ જમા અને ઉપાડની સેવાઓ અસ્થાયી ધોરણે બંધ રાખવામાં આવી છે. આ દરમિયાન ટીમ સુરક્ષા તપાસ, સંબંધિત ફંડની હેરફેર અટકાવવા અને કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલનનું કામ કરી રહી છે.


અગાઉ Binance Alpha પ્લેટફોર્મ પર ટ્રેડિંગ પણ અસ્થાયી ધોરણે અટકાવાયું હતું. કંપનીએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા પછી ઘટના કેવી રીતે બની અને કયાં પગલાં લેવાયાં તેનો વિગતવાર અહેવાલ જાહેર કરાશે. યુઝર્સને અપડેટ માટે માત્ર Binanceની સત્તાવાર ચેનલો પર વિશ્વાસ રાખવા જણાવાયું છે. Binanceએ અસરગ્રસ્ત સંપત્તિ ઝડપથી ફ્રીઝ કરવામાં મદદ કરનારી અન્ય કંપનીઓનો આભાર માન્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ કામગીરીમાં સમગ્ર ક્રિપ્ટો ઉદ્યોગના ભાગીદારો સહયોગ આપી રહ્યા છે.


સાયબર હુમલાની આશંકા!

ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceમાં સુરક્ષા ભંગની ઘટનાને લઈને કંપનીએ મહત્ત્વની વિગતો જાહેર કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, DevOps એન્જિનિયરના લેપટોપની સુરક્ષા ભંગ થઈ હોવાની આશંકા છે. તેના મારફતે હુમલાખોરને કંપનીની સિસ્ટમના એક ભાગમાં પ્રવેશ મળ્યો અને મંજૂરી વગર ઉપાડના વ્યવહારો કરવામાં આવ્યા હોઈ શકે છે. જોકે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ક્રિપ્ટો વૉલેટની ખાનગી ચાવી લીક થયાનો કોઈ પુરાવો મળ્યો નથી. આ ચાવી વૉલેટમાંથી વ્યવહારોને મંજૂરી આપવા માટે વપરાય છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ અને સંપૂર્ણ વિગતોની તપાસ હજુ ચાલુ છે. નુકસાનની ભરપાઈ માટે કંપની વપરાશકર્તા સુરક્ષા માટેના SAFU ફંડ અને પોતાનાં ભંડોળનો ઉપયોગ કરશે.


$6.3 બિલિયનની અંદાજિત અસર, $3 બિલિયન ફ્રીઝ

Binanceના જણાવ્યા મુજબ, ઘટનાની કુલ અંદાજિત અસર $6.3 બિલિયન એટલે કે 630 કરોડ ડૉલર છે. બ્લોકચેઇન ક્ષેત્રના ભાગીદારોની મદદથી અત્યાર સુધીમાં આશરે $3 બિલિયન એટલે કે 300 કરોડ ડૉલરની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવી છે.


Tether, Circle અને Rippleએ પણ ફંડ ફ્રીઝ કર્યાં

વિદેશી મીડિયા અહેવાલ મુજબ, Tetherએ ઘટના સાથે જોડાયેલી લગભગ $1.57 બિલિયનની અને Circleએ $800 મિલિયનથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી હતી. Binanceની સહસ્થાપક Yi Heના જણાવ્યા મુજબ, Rippleએ પણ આશરે $200 મિલિયનનાં ફંડ ફ્રીઝ કર્યાં હતાં. World Liberty Financialએ ક્રિપ્ટો કસ્ટડી કંપની BitGo સાથે મળીને સંબંધિત ફંડની હેરફેર અટકાવવામાં મદદ કરી હતી. Yi Heએ $27 મિલિયનના સ્ટેબલકોઇન અને આશરે $2 મિલિયનના World Liberty ટોકન ફ્રીઝ થયાની માહિતી આપી હતી. અલગ ક્રિપ્ટો એક્સચેન્જ Binance.US અને Coinbaseએ આ સુરક્ષા ઘટનાથી પોતાને અસર થઈ ન હોવાનું જણાવ્યું છે.


આ પણ વાંચો: Touchscreen Garment: હવે કપડાં પર ચાલશે વીડિયો! NUSએ વિકસાવી ધોઈ શકાય તેવી ટચસ્ક્રીનવાળી બાંય


આ પણ જુઓ:


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Galaxy S27 Ultra

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

AI Market Decline

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના

BINANCE

Binance પર $6.3 અબજની હેકિંગ બાદ $6 અબજની ભરપાઈ, હેંકિગ પાછળ North Koreaનો હાથ હોવાની શંકા

China Minrals.png

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

Nasdaq.png

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

Meta Style Sketch AI

આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક

Google

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ

vibrant gujarat.

ગુજરાત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઉદ્યોગ અને ટેક્નોલોજી સહયોગ વધારવા સિડનીમાં મહત્વપૂર્ણ બેઠક