આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક
Metaએ Style Sketch નામની AI આધારિત ફેશન એપ રજૂ કરી છે. તે તમારી પાસે રહેલા કપડાંની ડિજિટલ યાદી બનાવીને અલગ-અલગ કપડાંની જોડીઓ સૂચવે છે. સૂચવેલો લુક સ્ક્રીન પર જોઈ શકાય છે અને પ્રવાસ માટે દિવસવાર કપડાંનું આયોજન પણ કરી શકાય છે. હાલ એપ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાં ઉપલબ્ધ છે; ભારતમાં લોન્ચ અંગે જાહેરાત થઈ નથી.

Meta Style Sketch AI: કપડાંથી ભરેલું કબાટ હોવા છતાં સવારે ‘આજે શું પહેરવું?’ એવો સવાલ મોટાભાગનાં દરેક લોકોને થતો હોય છે. Metaની નવી Style Sketch એપ આ પસંદગી સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. એપનો મુખ્ય હેતુ નવાં કપડાં ખરીદાવવાને બદલે તમારી પાસે રહેલા કપડાંનો અલગ રીતે ઉપયોગ કરવામાં મદદ કરવાનો છે. એપના વર્ણન મુજબ, તે કપડાંની ડિજિટલ યાદી બનાવીને તમારી પસંદગી પ્રમાણે પહેરવેશ સૂચવે છે. ઉદાહરણ તરીકે, ઓછું પહેરાતું જેકેટ કયા શર્ટ કે પેન્ટ હોય કે પછી રોજિંદા પહેરાતા કપડાં જેવા કે, ટોપ, સલવાર, સાડી સહિતનાં કપડા પર શું સારું લાગી શકે તેના વિકલ્પ મળી શકે છે.
કપડાંનું ડિજિટલ લિસ્ટ કેવી રીતે બનાવશો?
યુઝર્સ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કનેક્ટ અગાઉ શેર કરેલા ફોટામાંથી કપડાંની યાદી બનાવી શકે છે. બીજો વિકલ્પ કપડાંનો નવો ફોટો પાડવાનો, ટૂંકો વીડિયો બનાવવાનો અથવા મોબાઇલની ગેલેરીમાંથી તસવીર અપલોડ કરવાનો છે. આ લિસ્ટને ‘વર્ચ્યુઅલ વોર્ડરોબ’ કહેવામાં આવે છે. સરળ ભાષામાં સમજીએ તો, તે મોબાઇલમાં દેખાતું તમારા કપડાંનું કબાટ છે.
કપડાં પહેર્યા વગર લુક જોઈ શકાશે
Style Sketchમાં ‘વર્ચ્યુઅલ ટ્રાય-ઓન’ની સુવિધા છે. એપ તમારા શરીરના આકાર અને ત્વચાના રંગને અનુરૂપ ડિજિટલ મોડલ પર કપડાંની જોડી બતાવવાનો દાવો કરે છે. તેનાથી અલગ કપડાં સાથે કેવાં દેખાઈ શકે તેનો અંદાજ મળે છે. જોકે, સ્ક્રીન પરનો લુક વાસ્તવિક કપડાંની ફિટિંગ, કાપડ કે દેખાવ સાથે કેટલો મેળ ખાય છે તેની ચોકસાઈની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તેને પહેરવેશ પસંદ કરવામાં મદદરૂપ પૂર્વદર્શન તરીકે સમજવું યોગ્ય છે.

પ્રવાસ માટે પેકિંગમાં પણ મદદ
પ્રવાસનું સ્થળ, કેટલા દિવસ રોકાવાનું છે અને કઈ પ્રવૃત્તિઓ કરવાની છે તેની માહિતી આપતાં એપ દિવસવાર પહેરવેશનું આયોજન કરી શકે છે. સૂચનોમાં હવામાનની આગાહી પણ ધ્યાનમાં લેવાય છે. ઉદાહરણ તરીકે, ત્રણ દિવસના પ્રવાસમાં ફરવા, બહાર જમવા અને ઠંડા હવામાન માટે કયા કપડાં સાથે રાખવા તેના વિકલ્પ મળી શકે છે. સૂચનો કેટલા ઉપયોગી બને તે એપમાં ઉમેરેલા કપડાં અને પ્રવાસની માહિતીની ચોકસાઈ પર આધાર રાખશે.
ભારતમાં ક્યારે લૉન્ચ થશે?
હાલ Style Sketch ઇન્ડોનેશિયા, સિંગાપોર અને થાઇલેન્ડમાં iOS તથા Android માટે લૉન્ચ થઈ છે. અન્ય દેશોમાં તેને ક્યારે લૉન્ચ કરવામાં આવશે તે અંગે Metaએ જાહેરાત કરી નથી. ઈન્સ્ટાગ્રામનાં જૂના ફોટાથી કપડાંની યાદી બનાવવાની સુવિધા દરેક વસ્તુ અલગથી ઉમેરવાનું કામ ઘટાડી શકે છે. જોકે, ફોટામાંથી કપડાં ઓળખવાની અને વ્યક્તિગત પસંદગી પ્રમાણે યોગ્ય લુક સૂચવવાની ક્ષમતા વાસ્તવિક ઉપયોગમાં કેટલી અસરકારક બને છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: Appleના ટચસ્ક્રીન MacBook Proની કિંમત જાણી હોંશ ઉડી જશે! ભારતમાં ક્યારથી શરૂ થશે વેચાણ
આ પણ જુઓ:
Also Read

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના

Binance પર $6.3 અબજની હેકિંગ બાદ $6 અબજની ભરપાઈ, હેંકિગ પાછળ North Koreaનો હાથ હોવાની શંકા

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ

Binanceમાં સાયબર હુમલો! $3 બિલિયનની સંપત્તિ ફ્રીઝ, કંપની ભરપાઈ કરશે નુકસાન





