KuberaNowLogo
Friday, 13/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

કેન્દ્રીય કર્મચારીઓ માટે DA Hike બાદ બીજી મોટી ભેટ: ₹1.80 લાખના ગેજેટ્સ ખરીદવાની છૂટ

ચાર વર્ષના ઉપયોગ બાદ અધિકારીઓ લેપટોપ-ટેબ્લેટ પોતાની પાસે રાખી શકશે; નાણા મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર.

desk@kuberanowPublished On : 12 Nov 2026
Central Govt Hikes Laptop Limit to Rs 1 8 Lakh for Staff
AI

Central Government Employees: કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં દિવાળી પૂર્વે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) માં વધારો કરીને મોટી ભેટ આપી હતી. હવે દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ, સરકારે પોતાના પાત્ર અધિકારીઓને વધુ એક ભેટ આપી છે. કેન્દ્ર સરકારે સત્તાવાર કામકાજ માટે લેપટોપ, ટેબ્લેટ અને અન્ય સમાન ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા માટેની મહત્તમ મર્યાદા વધારીને ₹1.8 લાખ (કર સહિત) કરી દીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે, ચાર વર્ષ સુધી આ ઉપકરણોનો સત્તાવાર ઉપયોગ કર્યા બાદ, સંબંધિત અધિકારીઓ તેને પોતાની પાસે જ રાખી શકશે. 10 નવેમ્બર, 2026 ના રોજ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે સત્તાવાર કામકાજ અર્થે લેપટોપ અને અન્ય ઉપકરણો ખરીદવા માટેની આ નવી અને સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવી જોગવાઈ મુજબ, સેક્શન ઓફિસર અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા અધિકારીઓ આ સુવિધા માટે પાત્ર ગણાશે.


અધિકારીઓને કયા ઉપકરણો મળી શકશે?

સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, લાયકાત ધરાવતા અધિકારીઓને તેમના સત્તાવાર કામકાજ માટે લેપટોપ, ટેબ્લેટ, નોટપેડ, અલ્ટ્રાબુક્સ, નોટબુક્સ અને તેને સમાન અન્ય ઉપકરણો પૂરા પાડી શકાશે. આ નવી માર્ગદર્શિકા અગાઉ જુલાઈ 2023 માં જારી કરવામાં આવેલા નિર્દેશોનું સ્થાન લેશે. નોંધનીય છે કે, 2023 ની માર્ગદર્શિકામાં મોબાઈલ ઉપકરણોની ખરીદીનો પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો, પરંતુ 10 નવેમ્બરના નવા ઓફિસ મેમોરેન્ડમમાં મોબાઈલ ફોન અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


ખરીદીની કિંમત મર્યાદામાં શું ફેરફાર થયો?

નવા નિયમો અનુસાર, સામાન્ય રીતે કોઈપણ ઉપકરણની ખરીદ કિંમત (કર સિવાય) ₹1.50 લાખથી વધુ ન હોવી જોઈએ. જો કે, સરકારના 'મેક ઇન ઇન્ડિયા' (MII) અભિયાનને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જે ઉપકરણોમાં 40 ટકાથી વધુ 'મેક ઇન ઇન્ડિયા' ઘટકોનો ઉપયોગ થયો હશે, તેના માટે આ કિંમત મર્યાદા વધારીને ₹1.80 લાખ નક્કી કરવામાં આવી છે. આ કિંમતમાં ઉપકરણની સાથે આવતા પ્રમાણભૂત સોફ્ટવેરની કિંમતનો પણ સમાવેશ થઈ જશે.


ઉલ્લેખનીય છે કે, અગાઉની 2023 ની માર્ગદર્શિકામાં આ ઉપકરણો માટેની મહત્તમ કિંમત મર્યાદા અનુક્રમે ₹1 લાખ અને ₹1.30 લાખ નિર્ધારિત કરવામાં આવી હતી. સાતમા કેન્દ્રીય પગાર પંચના પગાર સ્તર 12 અને તેનાથી ઉપરના તમામ સરકારી અધિકારીઓ આ ઉપકરણો મેળવવા માટે પાત્ર ગણાશે. જ્યારે પગાર સ્તર 8 થી 11 ના અધિકારીઓ માટે ખાસ જોગવાઈ છે કે, મંજૂર થયેલી સંખ્યાના મહત્તમ 50% અધિકારીઓ જ આ ઉપકરણો માટે પાત્ર રહેશે. જો કે, સંબંધિત મંત્રાલય અથવા વિભાગના સચિવ, નાણાકીય સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કરીને, કાર્ય-સંબંધિત જરૂરિયાતોના આધારે આ પગાર સ્તરના 75% અધિકારીઓને ઉપકરણોની ફાળવણી માટે અધિકૃત કરી શકે છે.


ચાર વર્ષ પછી ઉપકરણ અધિકારીનું થશે

નિયમો મુજબ, ખરીદીની તારીખથી લઈને ચાર વર્ષ સુધી આ ઉપકરણો સરકારની મિલકત ગણાશે. આ સમયગાળા દરમિયાન, ઉપકરણ મેળવનાર અધિકારી તેમાં સંગ્રહિત સરકારી ડેટા અને માહિતીની સુરક્ષા માટે વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. સૌથી મોટો ફાયદો એ છે કે, ચાર વર્ષના સત્તાવાર ઉપયોગ પછી, સંબંધિત અધિકારી તે ઉપકરણ કાયમ માટે પોતાની પાસે રાખી શકશે. આ નિર્ણયથી ડિજિટલ કામગીરીને વધુ વેગ મળશે અને અધિકારીઓને પ્રોત્સાહન મળશે.


આ પણ વાંચોઃ SBI Cyber Alert: વીજળી-ગેસ બિલના નામે KYC અપડેટનો મેસેજ આવ્યો છે? ખાતું ખાલી થઈ શકે છે!


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Tourist Visa

Tourist Visa હવે Visitor Visa: વિઝાનાં નિયમો બન્યા સરળ! ફોર્મ ભરવાની વિગતો પણ ઘટી

Milk Ghee Soap LPG and Adani CNG Prices Hike in India

રસોડાથી રસ્તા સુધી મોંઘવારીનો માર: દૂધ, ઘી, સાબુથી લઈને CNG અને LPG સુધી બધું જ થયું મોંઘું, જાણો નવા ભાવ

SBI Warning on Fake Utility Bill KYC Update Cyber Scam

SBI Cyber Alert: વીજળી-ગેસ બિલના નામે KYC અપડેટનો મેસેજ આવ્યો છે? ખાતું ખાલી થઈ શકે છે!

Ramayana Film

Ramayana Box Office: સાત દિવસમાં ₹935 કરોડની કમાણી, Animalને પછાડી; હવે ₹1,000 કરોડ પર નજર

Anirudh Ravichander and Kavya Maran Net Worth

Anirudh–Kavya Maran Net Worth: સંગીત અને IPLથી કરોડોની કમાણી, જાણો બંનેની સંપત્તિ વિશે

INSPIRE SHE Scholarship 2026 Apply Online Eligibility Rules

સરકારી શિષ્યવૃત્તિ 2026: BSc અને MSc ના વિદ્યાર્થીઓને વાર્ષિક ₹60,000 મળશે, જાણો નવા નિયમો

Namo Bharat Record

Namo Bharat Record: 5 કરોડ ટ્રિપનો આંકડો પાર, માત્ર 93 દિવસમાં 1 કરોડ નવી મુસાફરી

RBI NEFT Rule Change Send Money Without Bank Account

RBI New Rules: હવે બેંક ખાતા વગર પણ મોકલી શકાશે પૈસા, જાણો NEFT નો નવો નિયમ