Nifty 50 Target: વર્ષ 2027ના અંત સુધીમાં નિફ્ટી 28,000ની સપાટી વટાવી જશે!
વિશ્વની મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્ક Citiએ Nifty 50 માટેનો ટાર્ગેટ વધારીને 28,000 કર્યો છે. અગાઉ Citiએ સપ્ટેમ્બર 2027 સુધી Nifty 50 માટે 26,000નો Target આપ્યો હતો, પરંતુ હવે સમયગાળો ડિસેમ્બર 2027 સુધી લંબાવીને Target 28,000 કરવામાં આવ્યો છે. વર્તમાન સ્તરથી આ આશરે 12%ની વધારાની શક્યતા દર્શાવે છે. Citiએ બજાર માટે મજબૂત કમાણી, ક્રૂડ ઓઇલના ઘટતા ભાવ અને વિદેશી રોકાણમાં સુધારાને મુખ્ય સકારાત્મક પરિબળ ગણાવ્યા છે.

ભારતીય શેરબજારમાં તાજેતરની તેજી વચ્ચે Citiએ Nifty 50 અંગે વધુ સકારાત્મક વલણ અપનાવ્યું છે. બ્રોકરેજે Nifty માટેનું મૂલ્યાંકન પણ 17 ગણાથી વધારી 18 ગણું કર્યું છે. Citiના મતે ભારતીય કંપનીઓની કમાણીમાં મજબૂતી, ક્રૂડ ઓઇલના ઓછા ભાવ, AI સંબંધિત વૈશ્વિક મૂડીરોકાણમાં સંભવિત ધીમો વધારો અને વિદેશી રોકાણકારોની ભારત તરફ વાપસી બજારને ટેકો આપી શકે છે.
Q2ના મજબૂત પરિણામોથી વિશ્વાસ વધ્યો
Citiના જણાવ્યા મુજબ Q2ના પરિણામોએ Q1માં જોવા મળેલી સકારાત્મક ગતિ આગળ વધારી છે. ઊંચા કોમોડિટી ભાવ છતાં ભારતીય કંપનીઓની કમાણી સારી રહી છે. Citiને FY26થી FY28 દરમિયાન ભારતીય કંપનીઓની કમાણીમાં આશરે 15-16% CAGR વૃદ્ધિની અપેક્ષા છે. આ કમાણીનો અંદાજ બજાર માટે સૌથી મહત્વના સકારાત્મક પરિબળોમાંનો એક છે.
ક્રૂડ ઓઇલમાં $10નો ઘટાડો ભારત માટે કેટલો ફાયદાકારક?
Citiના મતે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો ભારતીય અર્થતંત્ર અને કંપનીઓની કમાણી બંને માટે લાભદાયક બની શકે છે. બ્રોકરેજના અંદાજ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10નો ઘટાડો થાય તો ભારતના કરંટ એકાઉન્ટ ડેફિસીટમાં 30-40 બેસિસ પોઈન્ટનો સુધારો થઈ શકે છે. તે જ સમયે મોંઘવારીમાં આશરે 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. Citiનું માનવું છે કે આ અસરથી Nifty 50ની EPSમાં આશરે 2%નો સુધારો થઈ શકે છે.
AI Capex ધીમું પડે તો ભારતને ફાયદો?
અમેરિકાના મિડ-ટર્મ ઈલેક્શન પછી AI અને ડેટા સેન્ટર સંબંધિત મૂડીરોકાણની ગતિ ધીમી પડવાની ચર્ચા વધી છે. Citiના મતે છેલ્લા બે વર્ષ દરમિયાન વૈશ્વિક બજારમાં AI સાથે જોડાયેલા રોકાણોએ મોટા પ્રમાણમાં મૂડી ખેંચી હતી. જો AI capexની વૃદ્ધિ ધીમી પડે તો રોકાણકારો અન્ય બજારો અને એસેટ ક્લાસેસ તરફ વળી શકે છે, જેનો ભારતને ફાયદો મળી શકે છે. Citiનું માનવું છે કે ભારતીય કંપનીઓ AIના ઉપયોગમાંથી કમાણી અને પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવી સ્થિતિમાં છે.
FII પ્રવાહમાં સુધારો પણ મોટું પરિબળ
Citiએ વિદેશી રોકાણકારોના પ્રવાહને પણ Nifty માટે મહત્વનું પરિબળ ગણાવ્યું છે. MSCIના અંદાજ મુજબ MSCI Emerging Markets સાથે આશરે $1.5 trillionની એસેટ જોડાયેલી છે. Citiના મતે ભારતના active weightમાં દરેક 100 બેસિસ પોઈન્ટનો વધારો થાય તો લગભગ $12 બિલિયનનું વધારાનું રોકાણ ભારત તરફ આવી શકે છે. ભારતનું MSCI Emerging Marketsમાં weightage અને વૈશ્વિક પોર્ટફોલિયોમાં ભારતનું અન્ડરવેઈટ પોઝિશન બંને બહુવર્ષીય નીચલા સ્તરની નજીક છે. રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ સપ્તાહમાં ભારતીય બજારમાં $6 બિલિયનથી વધુનું વિદેશી રોકાણ આવ્યું છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણ પણ મજબૂત રહ્યું છે.
આ પણ વાંચો: Wall Street Futuresમાં તેજી છતાં NVIDIAમાં 6%નો કડાકો, CEO Jensen Huang પર તપાસથી શેર દબાણમાં
બજાજ ફાયનાન્સ Citiના ટોપ પિક્સમાં સામેલ
Citiએ Bajaj Financeને પોતાના પસંદગીના શેરની યાદીમાં ઉમેર્યો છે. બ્રોકરેજના મતે કંપનીમાં 25%થી વધુ વૃદ્ધિની શક્યતા જોવા મળે છે. Bajaj Finance પાસે વિવિધ પ્રકારના લોન અને નાણાકીય ઉત્પાદનોનો પોર્ટફોલિયો છે અને પૂરતી provisioning buffer હોવાને કારણે અર્નિગમાં સ્થિરતા રહી શકે છે. Citiના મતે આ પરિબળો કંપનીના રિટર્ન રેશિયોને પણ મજબૂત બનાવી શકે છે.
કયા સેક્ટરને મળી શકે ફાયદો?
Citiના જણાવ્યા મુજબ જો ક્રૂડ ઓઇલના ભાવ નીચા રહે તો FMCG અને અન્ય રોજિંદા વપરાશના સેક્ટરને ટૂંકા ગાળે ફાયદો મળી શકે છે. જોકે આ ક્ષેત્રમાં વધતી સ્પર્ધા અંગે બ્રોકરેજે સાવચેતી વ્યક્ત કરી છે. કેટલાક ઈન્ડસ્ટ્રીયલ શેર પર ડેટા સેન્ટર થીમમાં ધીમી ગતિનો દબાણ રહી શકે છે, પરંતુ પાવર કાપેક્સ, મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ સાથે જોડાયેલી કંપનીઓમાં Citiને કમાણીની ગતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
બજાર માટે સૌથી મોટા જોખમ કયા?
Citiએ કેટલાક જોખમો પણ દર્શાવ્યા છે. મિડલ ઈસ્ટમાં તણાવ ફરી વધે અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવે તો ભારતીય બજાર માટે તે નજીકના ગાળાનું સૌથી મોટું જોખમ બની શકે છે. આ ઉપરાંત GST સંબંધિત લાભની અસર ઓછી થવી, El Ninoની અસર, વપરાશમાં મંદી અને AIના કારણે રોજગાર પર અપેક્ષા કરતાં વધુ અસર પણ બજાર માટે જોખમ બની શકે છે. કુલ મળીને Citiનો નવો 28,000નો ટાર્ગેટ ભારતીય શેરબજાર માટે સકારાત્મક દૃષ્ટિકોણ દર્શાવે છે. જોકે આ ટાર્ગેટ કમાણીમાં સુધારો, ક્રૂડ ઓઇલના નીચા ભાવ અને વિદેશી રોકાણકારોની વાપસી જેવા પરિબળો પર આધારિત રહેશે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Closing Bell: નિફ્ટીએ 25,000ની સપાટી વટાવી, PSU બેંકિંગ શેરો તેજી સાથે બંધ

Stock Market Today: સેન્સેક્સ અને નિફ્ટી 'ગ્રીન ઝોન'માં બંધ

સુસ્ત બજારમાં પણ આ 3 શેરોમાં 20%નો ધરખમ ઉછાળો: 2 શેર તો ₹15 કરતા પણ સસ્તા!

મુહૂર્ત ટ્રેડિંગમાં 20%ની તેજી બાદ Finolex Cablesમાં મોટો કડાકો

રોકાણકારો એલર્ટ: આવતીકાલે શેરબજાર રહેશે બંધ, BSE-NSE માં ટ્રેડિંગ કેમ અટકી જશે?

ટાટા ગ્રુપનો આ સ્ટોક વેચી મારજો! Goldman Sachs ની 'Sell' સલાહ, 4 બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ઘટાડ્યા

દરેક શેર પર થશે ₹90 કમાણી, આ કંપનીએ કરી મોટી જાહેરાત; 12 નવેમ્બર પહેલાં રાખવું પડશે આ ધ્યાન




