Madonnaના VMA સેલિબ્રેશન માટે KIKO Milanoની ખાસ પાર્ટી, હોલીવુડમાં સંગીત અને બ્યુટીનો જલવો
KIKO Milanoએ પોતાની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર Madonnaના VMA પ્રદર્શન અને સફળતાની ઉજવણી માટે Chateau Marmont ખાતે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં સંગીત, ફેશન અને બ્યુટી ક્ષેત્રની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી.

સંગીત અને બ્યુટી જગતને જોડતા એક ખાસ કાર્યક્રમમાં KIKO Milanoએ પોતાની વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર Madonnaની સફળતાની ઉજવણી કરી હતી. VMAsમાં Madonnaના પ્રદર્શન અને સાત એવોર્ડ જીત્યા બાદ Chateau Marmont ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Chateau Marmontમાં યોજાયો ખાસ કાર્યક્રમ
KIKO Milano દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સંગીત, ફેશન અને સંસ્કૃતિ સાથે જોડાયેલી અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ર્યક્રમમાં Madonna, Sabrina Carpenter, Charli XCX, Pink Pantheress, Odessa A’zion, Julia Garner, Emily Ratajkowski સહિત અનેક કલાકારો અને સર્જનાત્મક ક્ષેત્રના લોકો સામેલ થયા હતા. આ ખાસ અવસર માટે Madonnaનો મેકઅપ તેમના મેકઅપ આર્ટિસ્ટ અને KIKO Milanoના Global Make-Up Artistry CD Marcelo Gutierrez દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
KIKO Milanoએ રજૂ કર્યો ખાસ અંદાજ
કાર્યક્રમ માટે Chateau Marmontને lilac રંગથી સજાવવામાં આવ્યું હતું, જે Confessions II અને KIKO Milanoના ખાસ રંગ સાથે જોડાયેલું હતું. મહેમાનોને KIKO Milanoના લોકપ્રિય 3D Hydra Lipglossની વ્યક્તિગત રીતે તૈયાર કરેલી ટ્યુબ્સ આપવામાં આવી હતી. આ ઉપરાંત KIKO Milanoના પસંદગીના ઉત્પાદનો સાથે ખાસ પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી.
સંગીત, ફેશન અને બ્યુટીનો મેળાવડો
કાર્યક્રમમાં Madonna અને Absolut વચ્ચેની ભાગીદારીની ઉજવણી માટે ખાસ થીમ આધારિત પીણાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. “Danceteria Afterhours” અને “Bring Your Love” જેવા નામવાળા પીણાં સાથે મહેમાનોએ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ઉજવણી વહેલી સવાર સુધી ચાલી હતી.
આ પણ વાંચો:Paris Fashion Weekમાં ઐશ્વર્યા રાયનો Luxury અવતાર, L’Oréal માટે ભારત બન્યું મોટું માર્કેટ
KIKO Milano વિશે
KIKO Milanoની સ્થાપના 1997માં ઇટાલીના મિલાનમાં થઈ હતી. કંપની કોસ્મેટિક્સ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના રંગ, શેડ અને ટેક્સચરવાળા ઉત્પાદનો ઉપલબ્ધ કરાવે છે. કંપની અનુસાર, KIKO Milano હાલમાં 70થી વધુ દેશોના બજારમાં ઉપલબ્ધ છે અને વિશ્વભરમાં તેની 1,400થી વધુ દુકાનો છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના

Binance પર $6.3 અબજની હેકિંગ બાદ $6 અબજની ભરપાઈ, હેંકિગ પાછળ North Koreaનો હાથ હોવાની શંકા

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ





