H-1B ફ્રોડ હવે કંપનીઓને પડશે મોંઘો! પેનલ્ટી $2.50 લાખ સુધી વધારવાની USની તૈયારી
ટ્રમ્પ તંત્ર દ્વારા H-1B વિઝા કાર્યક્રમમાં નિયમોના ભંગ બદલ લાગતા દંડમાં 8થી 10 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.પ્રસ્તાવિત ફેરફારમાં કંપનીઓ સામે કડક દંડની જોગવાઈ છે, જેના કારણે ભારતીયો પર પણ અસર પડી શકે છે.

અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમને લઈને ટ્રમ્પ તંત્ર વધુ કડક નિયમો તરફ આગળ વધી રહ્યું છે. નવા પ્રસ્તાવિત બિલમાં H-1B વિઝા સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ લાગતા દંડમાં 8થી 10 ગણો વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવ અમલમાં આવે તો H-1B વિઝા માટે અરજી કરતી કંપનીઓ પર વધારાનો નાણાકીય બોજ આવી શકે છે અને ભારતીયો પર પણ તેની અસર પડવાની શક્યતા છે.
H-1B વિઝા પેનલ્ટીમાં 8થી 10 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ
યુએસ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં રજૂ કરવામાં આવેલા નવા બિલમાં H-1B વિઝા કાર્યક્રમની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની દરખાસ્ત છે. આ પ્રસ્તાવ મુજબ વિઝા ફીની વિવિધ કેટેગરીમાં લાગતા દંડમાં સીધો 8થી 10 ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં $2.40 લાખ સુધીનો દંડ થઈ શકે તેવી જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
દંડ વિઝાધારક નહીં, કંપનીઓ પર હોવાનો દાવો
પ્રસ્તાવમાં H-1B વિઝાના ક્વોટા માટે અરજી કરનારી કંપનીઓ પર દંડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રમ્પ તંત્રનો દાવો છે કે આ પેનલ્ટીનો સીધો ભાર વિઝાધારકો પર નહીં પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ પર રહેશે. આ ફેરફારનો હેતુ H-1B વિઝા કાર્યક્રમ સાથે જોડાયેલી કેટલીક જોગવાઈઓના ઉલ્લંઘન સામે વધુ કડક કાર્યવાહી કરવાનો છે.
ગંભીર ભંગ બદલ 10 વર્ષ સુધી ડિબારમેન્ટ
પ્રસ્તાવિત નિયમોમાં માત્ર નાણાકીય દંડ વધારવાની જ જોગવાઈ નથી. ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં કાર્યક્રમમાંથી બાકાત રાખવાની એટલે કે ડિબારમેન્ટની મહત્તમ મુદત પણ વધારવાનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવ મુજબ ગંભીર ભંગ બદલ મહત્તમ ડિબારમેન્ટની મુદત 10 વર્ષ સુધી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
ભારતીયો પર અસરની શક્યતા
H-1B વિઝા કાર્યક્રમ સાથે મોટી સંખ્યામાં ભારતીય પ્રોફેશનલ્સ જોડાયેલા હોવાથી પ્રસ્તાવિત નિયમોની ભારતીયો પર અસર થઈ શકે છે. જોકે દંડ કંપનીઓ સામે લાગુ કરવાની જોગવાઈ હોવાથી તેની સીધી અસર વિઝાધારકો કરતાં H-1B માટે અરજી કરતી કંપનીઓ પર રહેવાની છે. હાલ આ ફેરફાર પ્રસ્તાવિત બિલના સ્વરૂપમાં છે. બિલ કાયદો બન્યા બાદ જ તેની જોગવાઈઓ અમલમાં આવશે. તેથી પ્રસ્તાવિત નિયમોના અંતિમ સ્વરૂપ અને તેની અસર પર નજર રહેશે.
આ પણ વાંચો: Stocks In News | 8 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
આ પણ જુઓ:
Also Read

Samsung કેમેરાની ડિઝાઈન બદલશે? Galaxy S27 Ultraએ આપ્યા સંકેત

નાસ્ડાકમાંથી બે ટ્રિલિયન ડોલર ધોવાઈ જાય તેવી સંભાવના

Binance પર $6.3 અબજની હેકિંગ બાદ $6 અબજની ભરપાઈ, હેંકિગ પાછળ North Koreaનો હાથ હોવાની શંકા

China Mineral Discovery : ચીનને મળ્યો ખનિજોનો ખજાનો, સોનું-નિકલથી રેનિયમ સુધીના રિઝર્વ વધ્યા

Intelના શૅરમાં 28%નો કડાકો, Nvidia-AMD પણ તૂટ્યા; શું અમેરિકામાં AIનો ફુગ્ગો ફૂટ્યો?

આજે શું પહેરવું? Metaની Style Sketch એપ તમારા જ કપડાંમાંથી AIથી સૂચવશે નવા લુક

Alphabet Inc. ના શેરમાં 13 ટકાનો કડાકો, ગૂગલની પેરેન્ટ કંપનીના શેરમાં પાંચ મિનિટમાં 500 અબજ ડોલરથી વધુ મૂલ્ય સાફ





