KuberaNowLogo
Sunday, 08/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ચોખાના વધતા ભાવને કાબૂમાં લેવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : દેશભરના વેપારીઓએ સ્ટોકની વિગતો જાહેર કરવી પડશે

દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાં ચોખા અને ડાંગર પર સ્ટોક લિમિટ લાગુ કરવાની મંજૂરી; ઇ-ઓક્શનથી ખુલ્લા બજારમાં વેચાણનો લક્ષ્યાંક બમણો કરી 50 લાખ ટન કરાયો

kuberanow deskPublished On : 7 Nov 2026
Rice7.png
AI Generated Image

અલ નીનોની સંભવિત અસર અને નબળા ચોમાસાને કારણે ચોખાના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે કેન્દ્ર સરકારે બજારમાં પુરવઠો જાળવવા અને સંગ્રહખોરી અટકાવવા મોટો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના વેપારીઓ, રિટેલરો, હોલસેલરો, પ્રોસેસરો અને રાઇસ મિલરોને ચોખા તથા ડાંગરના સ્ટોકની વિગતો જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાં ચોખા અને ડાંગર પર સ્ટોક લિમિટ લાગુ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ મર્યાદા 31 જાન્યુઆરી, 2027 સુધી અમલમાં રહેશે.


કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચોખાના વેપાર સાથે સંકળાયેલી સમગ્ર સપ્લાય ચેઇનના વ્યવસાયકારોએ પોતાના સ્ટોકની વિગતો જાહેર કરવાની રહેશે. આ માટે છ કેટેગરી નક્કી કરવામાં આવી છે, જેમાં બાસમતી, નોન-બાસમતી પ્રીમિયમ, નોન-બાસમતી, ઉકેડા ચોખા, ટુકડા ચોખા અને ડાંગરનો સમાવેશ થાય છે.


દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાં સ્ટોક લિમિટ

ચોખાના ભાવમાં વધારો અને સંભવિત સંગ્રહખોરીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગાણા સરકારોને ચોખા તથા ડાંગર પર સ્ટોક લિમિટ લાગુ કરવાની સંમતિ આપી છે. આ પગલાથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થતી અટકશે અને ગ્રાહકોને વાજબી ભાવે ચોખા મળી રહે તેવી સરકારની અપેક્ષા છે.


Rice Info.png


ઇ-ઓક્શનથી ચોખાના વેચાણનો લક્ષ્યાંક બમણો

બજારમાં ચોખાનો પુરવઠો વધારવા માટે સરકારે 2026-27 દરમિયાન ઇ-ઓક્શન મારફતે ખુલ્લા બજારમાં ચોખાના વેચાણનો લક્ષ્યાંક 25 લાખ ટનથી વધારીને 50 લાખ ટન કર્યો છે. એટલે કે અગાઉના લક્ષ્યાંકની સરખામણીએ વેચાણ બમણું કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર જેવી સરકારી એજન્સીઓને 'ભારત રાઇસ' બ્રાન્ડ હેઠળ બજારમાં ચોખાનું વેચાણ કરવા વધારાનો જથ્થો ફાળવવામાં આવશે. દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ચોખાનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વિતરણ ચેનલોનો ઉપયોગ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.


નોન-બાસમતી ચોખાની નિકાસ પર નિયંત્રણની શક્યતા

કેન્દ્ર સરકારના નિર્ણય અંગે અનાજ અને કઠોળના દલાલ તથા માર્કેટ એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે હાલ સરકારની નીતિ 'ફૂડ ફર્સ્ટ અને ફ્યુઅલ સેકન્ડ'ની છે. અલ નીનોની અસરને કારણે દક્ષિણ ભારતનાં રાજ્યોમાં ઓછા પાકની સંભાવના અને કોલમ જેવી ચોખાની વેરાયટીઓના ઊંચા ભાવને જોતાં સરકારે આ નિર્ણય લેવો પડ્યો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે થોડું મોડું કર્યું હોવા છતાં હવે સક્રિય પગલાં લીધાં છે. આગામી દિવસોમાં નોન-બાસમતી ચોખાની નિકાસ પર પણ નિયંત્રણો લાદવામાં આવે તેવી બજારમાં ચર્ચા ચાલી રહી છે.


ગ્રાહકોને ભાવવધારાથી રાહત આપવાનો પ્રયાસ

ચોખાના ભાવમાં સતત વધારો થવાની સંભાવના વચ્ચે કેન્દ્ર સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ બજારમાં પૂરતો પુરવઠો જાળવવાનો, સંગ્રહખોરી અટકાવવાનો અને ભાવવધારા પર અંકુશ મૂકવાનો છે. સ્ટોકની વિગતો જાહેર કરાવવાથી બજારમાં ઉપલબ્ધ જથ્થાની સ્થિતિ સ્પષ્ટ થશે, જ્યારે ઇ-ઓક્શન અને ભારત રાઇસના વધારાના વેચાણથી પુરવઠો વધારવામાં મદદ મળશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

America Iran War.png

America Iran War : મિડટર્મ ચૂંટણી પછી ફરી ભડકશે ઈરાન યુદ્ધ? ક્રૂડ ₹100 ડોલરને પાર જવાની દહેશત

Sugar price

ખાંડના ભાવમાં મોટા વધારાની માંગ! AISTAએ ₹4,200નો ભાવ નક્કી કરવા કરી રજૂઆત

gold rate today narak chaturdashi price drop 22k 24k

નર્ક ચતુર્દશીએ સોનું-ચાંદી સસ્તા થયા! જાણો અમદાવાદ-દિલ્હી સહિત તમારા શહેરના નવા ભાવ

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?