કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા
અદાણી એન્ટરપ્રાઇઝિસની સહાયક કંપની કચ્છ કોપરે ચિલીની સરકારી કંપની Codelco સાથે કાબુરકલા કોપર પ્રોજેક્ટ માટે MoU કર્યો છે. આ ભાગીદારી ચિલીના કોપર સંસાધનોને ગુજરાતના મુન્દ્રા સ્થિત અદાણીના કોપર સ્મેલ્ટર સાથે જોડવા પર કેન્દ્રિત છે.

Adani Copper Deal: કોપર બિઝનેસમાં અદાણી ગ્રુપે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝિસની સહાયક કંપની કચ્છ કોપર લિમિટેડ (KCL)એ ચિલીની સરકારી કોપર ઉત્પાદક કંપની Codelco સાથે વ્યૂહાત્મક ભાગીદારી માટે MoU કર્યો છે. આ કરાર હેઠળ ઉત્તરી ચિલીના એન્ટોફગાસ્ટા વિસ્તારમાં આવેલા કાલામા કોપર બેલ્ટના કાબુરકલા કોપર પ્રોજેક્ટ પર બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે.
ચિલીના કાબુરકલા પ્રોજેક્ટ પર થશે કામ
આ ભાગીદારીનો હેતુ ચિલીના કોપર સંસાધનોને ગુજરાતના મુન્દ્રામાં અદાણી ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી રહેલા ઇન્ટિગ્રેટેડ કોપર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ સાથે જોડવાનો છે. આ પ્રોજેક્ટ ચિલીના કાલામા કોપર બેલ્ટમાં આવેલો છે, જે મહત્વપૂર્ણ કોપર ઉત્પાદક વિસ્તારોમાં ગણાય છે. MoU પર તાજેતરમાં લંડનમાં યોજાયેલા LME Week 2026 દરમિયાન હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે KCLના ડિરેક્ટર જીત અદાણી, અદાણી નેચરલ રિસોર્સિસના CEO વિનય પ્રકાશ અને Codelcoના ચેરમેન બર્નાર્ડો ફોંટેન હાજર રહ્યા હતા.
અદાણી ગ્રુપ મૂડી અને ટેક્નોલોજી લાવશે
સમજૂતી મુજબ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ પોતાની મૂડી, આધુનિક ટેક્નોલોજી આધારિત એક્સપ્લોરેશન અને મોટા પાયે પ્રોજેક્ટ અમલમાં મૂકવાની નિષ્ણાતીનો ઉપયોગ કરશે. બીજી તરફ, Codelco પોતાની ભૂગર્ભીય માહિતી અને આંતરરાષ્ટ્રીય અનુભવ પ્રોજેક્ટમાં આપશે. બંને કંપનીઓએ પર્યાવરણનું રક્ષણ, ઉચ્ચ સુરક્ષા ધોરણો અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન પર ભાર મૂક્યો છે.
મુન્દ્રાના કોપર સ્મેલ્ટર સાથે જોડાશે વૈશ્વિક સપ્લાય ચેઇન
હાલમાં કચ્છ કોપર ગુજરાતના મુન્દ્રામાં વિશાળ કસ્ટમ કોપર સ્મેલ્ટર કોમ્પ્લેક્સ વિકસાવી રહી છે. તેનો હેતુ દેશમાં વધતી કોપરની માંગને પૂરી કરવો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. કોપર ઇલેક્ટ્રિફિકેશન, રિન્યુએબલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વાહનો અને પાવર ટ્રાન્સમિશન નેટવર્ક માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. ચિલીના સંસાધનો અને મુન્દ્રાના કોપર સ્મેલ્ટર વચ્ચેનું જોડાણ વૈશ્વિક કોપર સપ્લાય ચેઇનમાં અદાણી ગ્રુપની ભૂમિકાને વિસ્તારી શકે છે.
આ પણ વાંચો: EPFO Joint Declaration: હવે ઘરે બેઠા સુધારો PFની ભૂલો, જાણો 5 સ્ટેપની સરળ પ્રક્રિયા
આ પણ જુઓ :
Also Read

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી




