ચારુસેટ બનશે ઇનોવેશનનું નવું કેન્દ્ર! રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા ₹15 લાખની ગ્રાન્ટ મંજૂર
ચારુસેટ યુનિવર્સિટીની સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)ને મધ્ય અને પૂર્વ ગુજરાત માટે રિજનલ ઇનોવેશન સેન્ટર સ્થાપવા માટે પસંદ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2026-27 માટે યુનિવર્સિટીને ₹15 લાખની ગ્રાન્ટ સહાય મંજૂર કરવામાં આવી છે.

ઇનોવેશન, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં ચારુસેટ યુનિવર્સિટીને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. ચારુસેટ યુનિવર્સિટીની સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)ને સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારની પહેલ હેઠળ મધ્ય અને પૂર્વ ગુજરાત માટે રિજનલ ઇનોવેશન સેન્ટર (RIC) સ્થાપવા માટે પસંદ કરવામાં આવી છે. આ સેન્ટરની સ્થાપના અને સંચાલન માટે નાણાકીય વર્ષ 2026-27 માટે યુનિવર્સિટીને ₹15 લાખની ગ્રાન્ટ સહાય મંજૂર કરવામાં આવી છે. STBI દ્વારા આયોજિત સત્તાવાર સન્માન અને વિતરણ સમારોહમાં ચારુસેટ તરફથી પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ અને ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF)ના હેડ ડો. સ્વાતિ જોશીએ આ સન્માન સ્વીકાર્યું હતું.
ઇનોવેટર્સ અને સ્ટાર્ટ-અપ્સને શું મળશે?
આ રિજનલ ઇનોવેશન સેન્ટરનો મુખ્ય હેતુ ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા માટેની સહાયને શહેરી ઇનોવેશન હબથી આગળ વધારીને પ્રાદેશિક ઇનોવેટર્સ માટે વધુ સુલભ બનાવવાનો છે. સેન્ટર મારફતે ગ્રાસરૂટ ઇનોવેટર્સ, મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી સભ્યોને ઇનોવેશન તથા ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સાથે જોડવામાં આવશે. આ માટે મેન્ટરશિપ, સ્ટાર્ટ-અપ માર્ગદર્શન, ઇનોવેશન સપોર્ટ અને ઉદ્યોગસાહસિક નેટવર્ક જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હબ-એન્ડ-સ્પોક અભિગમથી થશે કામગીરી
રિજનલ ઇનોવેશન સેન્ટર હબ-એન્ડ-સ્પોક અભિગમ હેઠળ કાર્ય કરશે. આ માળખા દ્વારા પ્રાદેશિક સ્તરે રહેલા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને વ્યાપક ઇનોવેશન તથા ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ચારુસેટ આ પહેલનો અમલ તેની ઇન્ક્યુબેશન અને એક્સિલરેશન સંસ્થા ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) મારફતે કરશે. CIVF પ્રારંભિક તબક્કાના સાહસોને સ્ટ્રક્ચર્ડ ઇન્ક્યુબેશન કાર્યક્રમો, મેન્ટરશિપ, ઇન્ડસ્ટ્રી કનેક્શન્સ, ઇન્વેસ્ટર નેટવર્કિંગ, ફંડિંગ સુવિધા અને માર્કેટ એક્સેસ દ્વારા સહાય કરે છે.
શિક્ષણ, ઉદ્યોગ અને સ્ટાર્ટ-અપ્સ વચ્ચે જોડાણ મજબૂત થશે
આ પહેલથી મધ્ય અને પૂર્વ ગુજરાતમાં ઇનોવેશન આધારિત ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. સાથે જ પ્રાદેશિક પડકારો માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવા અને શિક્ષણ, ઉદ્યોગ, સરકાર તથા સ્ટાર્ટ-અપ સમુદાય વચ્ચે જોડાણો મજબૂત કરવાની દિશામાં પણ કામ થશે. આ કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાયમેટ ચેન્જ તથા પર્યાવરણ અને વન વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, STBI-DST, ગુજરાત સરકારના ડિરેક્ટર ડો. આનંદ ભાડલકર, CED ગુજરાત સરકારના ડિરેક્ટર ડો. નીલ શ્રીમાળી, GEDAના ડિરેક્ટર ડી. કે. પટેલ, IAS અને ICMR-NIOHના ડિરેક્ટર ડો. ભાવેશ મોદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચારુસેટના ઇનોવેશનને કેમ્પસની બહાર લઈ જવાનો પ્રયાસ
CIVFના હેડ ડો. સ્વાતિ જોશીના જણાવ્યા અનુસાર, આ ઓળખ ચારુસેટ માટે તેની ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમને યુનિવર્સિટી કેમ્પસથી આગળ વધારવાની મહત્વપૂર્ણ તક છે. સેન્ટર દ્વારા આશાસ્પદ વિચારોને ઓળખવા, ગ્રાસરૂટ ઇનોવેટર્સને પ્રોત્સાહન આપવા અને મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોને યોગ્ય મેન્ટરશિપ, નેટવર્ક તથા સંસ્થાકીય સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલથી મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વધુ સમાવેશી અને સુલભ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: અબજોપતિઓની વેલ્થ રેસમાં તેજી! દિવાળીએ કોણે મારી મોટી છલાંગ?
આ પણ જુઓ :
Also Read

NTC 1.0: અમદાવાદમાં જામશે ટ્રેડિંગના દિગ્ગજોનો મેળાવડો, જાણો કોણ છે આ નિષ્ણાતો અને શું છે તેમની ખાસિયતો

Vibrant Gujarat 2027: ગલ્ફ દેશોમાં ગુજરાતનો ડંકો! ત્રણ દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારીને વેગ

GSRTCનો ઐતિહાસિક રેકોર્ડ: એક જ દિવસમાં 1.46 લાખ સીટ બુક, ₹3.55 કરોડની આવક

કોપર બિઝનેસમાં અદાણીની ગ્લોબલ એન્ટ્રી, ચિલીની દિગ્ગજ કંપની સાથે હાથ મિલાવ્યા

Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું ઇસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ

નવા વર્ષના વધામણાં માટે ફૂલોની ખરીદીમાં ઉછાળો! ગલગોટા અને ગુલાબની માંગ વધી



