વરસાદની ખેંચ અને વિપરીત હવામાનથી સ્ટ્રોબેરીનું વાવેતર માંડ 40 ટકા થયું
ભારતના કુલ ઉત્પાદનમાં મહાબળેશ્વર અને પંચગનીનો હિસ્સો 80 ટકા જેટલો. મહાબળેશ્વરમાં માત્ર 280 હેક્ટરમાં સ્ટ્રોબેરીનું વાવેતર. દેશવાસીઓને મધુરી સ્ટ્રોબેરીના ભાવ "ખાટ્ટા" લાગશે.

Mahabaleshwar Strawberry: અલનિનોની અસર અને હાલના વિપરીત હવામાનના કારણે મહાબળેશ્વર અને પંચગનીમાં સ્ટ્રોબેરીનું વાવેતર આ વખતે માંડ 40 ટકા જેટલું થયું હોવાના અહેવાલ છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોની રોજી સામે પડકાર ઊભો થવાની સંભાવના છે. સાથે જ આશરે 500 કરોડ રૂપિયાના પ્રવાસન ઉદ્યોગને પણ ગંભીર ફટકો પડવાની ભીતિ છે. આવા સંજોગોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરના સ્ટ્રોબેરીના રસિયાઓને સ્ટ્રોબેરીના વધારે ભાવ આપવા તૈયાર રહેવું પડશે.
વાશી એપીએમસીના ફ્રૂટ માર્કેટના હોલસેલ વેપારી સંજય પાનસરેએ જણાવ્યું હતું કે દેશના કુલ સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં 70 થી 80 ટકા જેટલો હિસ્સો મહાબળેશ્વર અને પંચગનીનો હોય છે. આ વિસ્તારનો સરેરાશ વરસાદ 5438 મીમી હોય છે. જ્યારે વીતેલા ચોમાસામાં માંડ 3564 મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત હાલમાં પડી રહેલી ગરમીના કારણે પાકને વિપરીત અસર થઈ રહી છે. મહાબળેશ્વરમાં સામાન્ય રીતે 720 હેક્ટર વિસ્તારમાં સ્ટ્રોબેરીનું વાવેતર થતું હોય છે જે આ વખતે માંડ 280 હેક્ટરમાં થયું છે. આવી જ સ્થિતિ પંચગનીની છે.
મહાબળેશ્વર તાલુકાના કૃષિ અધિકારી માયા લેન્ડેએ જણાવ્યું હતું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં સ્ટ્રોબેરીની સીઝન પૂરબહાર હોય છે. પરંતુ આ વખતે વરસાદની ખેંચ હોવાથી આગળ જતાં કૂવા તથા બોરવેલના તળ પણ સુકાઈ જવાની ચિંતા હોવાથી ખેડૂતોએ સ્ટ્રોબેરીના વાવેતરનો ખર્ચ કરવાનું ટાળ્યું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાથી ડિસેમ્બર મહિનાના અંત સુધી સ્ટ્રોબેરીનો વાવેતર સમય હોય છે. ખેડૂતને સ્ટ્રોબેરીના વાવેતરમાં એકર દીઠ બે થી ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચ આવતો હોય છે. જો હવામાન સારું રહે અને પાણીની સુવિધા મળે તો ખેડૂતોને સારી કમાણી થાય છે. પરંતુ આ વખતે ખેડૂતોને માંડ 10 ટકા જેટલો નફો મળે તેવી આશા છે.
સ્ટ્રોબેરીના પાકથી આકર્ષાઈને ઠંડીની સીઝનમાં પ્રવાસીઓ અહીં આવતા હોય છે. આ પ્રવાસન મથકે વાર્ષિક 15 લાખ પ્રવાસીઓ આવતા હોય છે તેમાંથી 45 ટકા જેટલા તો નવેમ્બર થી ફેબ્રુઆરીના સમયગાળામાં જ આવતા હોય છે. સ્ટ્રોબેરીનો પાક ઘટવાના કારણે અને વિપરીત હવામાનને કારણે પ્રવાસનને પણ ગંભીર ફટકો પડવાની શક્યતા છે.
ભારતમાં થોડા વર્ષોથી સ્પેનની આયાતી સ્ટ્રોબેરીનું પણ વેચાણ થતું હોય છે. જેનો બજાર હિસ્સો અત્યાર સુધી માંડ એક ટકા જેટલો હતો જે આ વખતે વધી શકે છે. આયાતી માલના ભાવ સ્થાનિક સ્ટ્રોબેરી કરતાં બમણા હોય છે. તેની સાઈઝ મોટી હોય છે બાકી સ્વાદ અને પોષકતત્વોની દૃષ્ટિએ કોઈ તફાવત નથી. સ્પેન ઉપરાંત ભારતમાં થાઈલેન્ડની સ્ટ્રોબેરી પણ આવતી હોય છે.
ભારતમાં મહારાષ્ટ્ર ઉપરાંત હિમાચલ, છત્તીસગઢ, તથા જમ્મુ અને કાશ્મીરમાં પણ સ્ટ્રોબેરીનું થોડું ઉત્પાદન થાય છે. આ બજાર અન-ઓર્ગેનાઇઝ્ડ હોવાથી ઉત્પાદનના સચોટ આંકડા મળતા નથી પરંતુ દેશમાં વાર્ષિક 20000 ટન થી 30000 ટન સ્ટ્રોબેરીનું ઉત્પાદન થતું હોવાનું અનુમાન છે.
આ પણ વાંચોઃ Amul Milk Price Hike: આજથી અમૂલ દૂધ મોંઘું, જાણો ગોલ્ડ અને તાજાના નવા ભાવ
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

10 વર્ષ પહેલા સોનામાં 1,00,000 રોક્યા હોત તો આજે કેટલું વળતર મળ્યું હોત? જુઓ ગણિત

આજે ₹1 લાખનું સોનું ખરીદો છો, તો 2036માં તેની કિંમત કેટલી થશે? જાણો સંપૂર્ણ ગણતરી

ભાઈ બીજ પર સોના-ચાંદીમાં મોટો ભડકો: ચાંદી ₹3,500 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

સોનાના ભાવમાં મોટો ઘટાડો: વિશ્વમાં 21% તૂટ્યું, ભારતમાં કેમ માત્ર 15%? જુઓ રિપોર્ટ

બાજરો મોંઘો થયો, ખરિફ પાક ઓછો અને નિકાસ વધતાં ભાવ ₹600 સુધી ચઢ્યા

સોનું ₹1.44 લાખ અને ચાંદી ₹1.90 લાખ નજીક: નફો બુક કરવો કે રોકાણ જાળવવું?

Crude Oil Outlook: ક્રૂડ 70થી 75 ડોલરે ક્યારે પહોંચશે? Mahindra Noeનું શું છે માનવું?




