KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હાઈકોર્ટના નકલી આદેશોના આધારે ભારતે 129 સટ્ટાબાજી વેબસાઈટ્સ બ્લોક કરી: મોટો ઘટસ્ફોટ

રાજસ્થાન અને અલ્હાબાદ હાઈકોર્ટના નામે બોગસ હુકમો રજૂ કરી સરકારને ગેરમાર્ગે દોરવામાં આવી; ટેલિકોમ વિભાગે 129 સાઇટ્સ પર પ્રતિબંધ મૂકતાં સાયબર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ.

desk@kuberanowPublished On : 11 Nov 2026
Indian Court Blocks Betting Site, Exposes Fake Order
AI generator

India blocks betting websites: ભારત સરકારે તાજેતરમાં 129 જેટલી ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ, હવે આ મામલે એક બહુ મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ વેબસાઈટ્સને બ્લોક કરવા માટે ટેલિકોમ વિભાગને જે બે હાઈકોર્ટના આદેશો મોકલવામાં આવ્યા હતા, તે તદ્દન નકલી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાએ ભારતની કડક કન્ટેન્ટ રિમૂવલ સિસ્ટમમાં છીંડાં હોવાની સાબિતી આપી છે, જેના કારણે કોઈપણ સંસ્થાની ઓનલાઈન હાજરી જોખમમાં મુકાઈ શકે છે.


નકલી આદેશોનો પર્દાફાશ કેવી રીતે થયો?

રોયટરના અહેવાલ અનુસાાર, ભારતના ટેલિકોમ્યુનિકેશન વિભાગે 21 જુલાઈ અને 2 સપ્ટેમ્બરના રોજ બે અલગ-અલગ નિર્દેશો જારી કરીને ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને આ સટ્ટાબાજીની વેબસાઈટ્સ બંધ કરવા આદેશ આપ્યો હતો. આ નિર્દેશો સાથે રાજસ્થાન હાઈકોર્ટ અને ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટના નામે ડઝનબંધ વેબસાઈટ્સ હટાવવાના કથિત આદેશોની ઈમેલ કોપી જોડવામાં આવી હતી. પરંતુ, જ્યારે આ આદેશોની ઓનલાઈન રજિસ્ટ્રીમાં તપાસ કરવામાં આવી, ત્યારે આવો કોઈ જ હુકમ કોર્ટના રેકોર્ડમાં જોવા મળ્યો ન હતો. રાજસ્થાન હાઈકોર્ટના રજિસ્ટ્રારે સ્પષ્ટ કર્યું કે આ આદેશ પ્રથમ દૃષ્ટિએ જ 'કપટપૂર્ણ' લાગે છે અને તેમના સર્વર પર આવો કોઈ ડેટા અસ્તિત્વમાં નથી.


અલ્હાબાદ હાઈકોર્ટે પોલીસ ફરિયાદ નોંધાવી

બીજી તરફ, અલ્હાબાદ હાઈકોર્ટના નામે જે નકલી આદેશ રજૂ કરાયો હતો, તેને ગંભીરતાથી લઈને કોર્ટે 6 નવેમ્બરના રોજ અજાણ્યા શખ્સો સામે બનાવટી દસ્તાવેજો બનાવવા અને છેતરપિંડી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજ્યના સાયબર ક્રાઈમના વરિષ્ઠ અધિકારી ઘનશ્યામ યાદવે પુષ્ટિ આપી છે કે અલ્હાબાદ હાઈકોર્ટનો આ આદેશ તદ્દન બોગસ છે અને હાલ આ મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. જોકે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.


ષડયંત્રની મોડસ ઓપરેન્ડી: કોણે મોકલ્યા નકલી ઈમેલ?

આ કૌભાંડમાં અત્યંત ચાલાકી વાપરવામાં આવી છે. 19 જુલાઈના રોજ રવિવારે રાત્રે 8:59 કલાકે ટેલિકોમ વિભાગને એક ઈમેલ મળ્યો હતો. જેમાં રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ હતો અને તેના પર એડવોકેટ-ઓન-રેકોર્ડ તરીકે 'આર્યન ચૌધરી' ની સહી હતી. આ ઈમેલમાં રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને 24 કલાકમાં 34 સટ્ટાબાજી વેબસાઈટ્સ હટાવવાની સૂચના હતી. જ્યારે આ ઈમેલ એડ્રેસ પર સંપર્ક કરવાનો પ્રયાસ થયો, ત્યારે તે બાઉન્સ થયો હતો.


આવી જ રીતે, અલ્હાબાદ હાઈકોર્ટના નામે 14 ઓગસ્ટનો એક નકલી આદેશ જારી કરાયો હતો, જેના પર 'જસ્ટિસ ગરિમા પ્રસાદ' ના નામની ખોટી સહી હતી. આ આદેશમાં કોર્ટનો લોગો, રાષ્ટ્રીય પ્રતીક સાથે વાદળી સીલ અને એક નકલી QR કોડ પણ હતો, જે સ્કેન કરતા એક રેન્ડમ વેબપેજ ખૂલતું હતું. 22 ઓગસ્ટના રોજ કાર્તિકેય પાંડે નામના કોઈ વકીલે આ નકલી આદેશ ભારતીય અધિકારીઓને મોકલ્યો હતો. આ ઈમેલના આધારે જ 2 સપ્ટેમ્બરના રોજ સરકારે વધુ 95 વેબસાઈટ્સ બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ગરિમા પ્રસાદની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવો કોઈ જ આદેશ પસાર કર્યો નથી.


ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો દુરુપયોગ?

આ આદેશો AI નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા કે કેમ તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ટેકનોલોજીના આજના યુગમાં કાનૂની દસ્તાવેજોની વિશ્વસનીયતા સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. નોંધનીય છે કે, જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે પણ અસ્તિત્વમાં ન હોય તેવા ચુકાદાઓ પર આધારિત ટ્રિબ્યુનલના આદેશોને રદ કરવા પડ્યા હતા. એલોન મસ્કની કંપની X પણ ગયા અઠવાડિયે બે એકાઉન્ટ હટાવવા મુદ્દે આવા જ નકલી પોલીસ નિર્દેશોના વિવાદમાં ફસાઈ હતી.


આ પણ વાંચોઃ શાહરૂખ ખાનની સંપત્તિમાં ₹2,490 કરોડનો કડાકો: છતાં નંબર-1? જાણો ક્યાં રોક્યા છે પૈસા?


આ પણ જુઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

cabinet approves rabi fertilizer subsidy mudra fund

ખેડૂતો અને નાના વેપારીઓની દિવાળી: ₹67,000 કરોડના પેકેજને કેબિનેટની મંજૂરી, જાણો વિગત

shah rukh khan net worth investments hurun list 2026

શાહરૂખ ખાનની સંપત્તિમાં ₹2,490 કરોડનો કડાકો: છતાં નંબર-1? જાણો ક્યાં રોક્યા છે પૈસા?

india company closures surge over 21800 shut down 2026

માત્ર 7 મહિનામાં 21,800 કંપનીઓ પર વાગ્યા તાળાં! MCA ડેટામાં ચોંકાવનારો મોટો ખુલાસો

ramayana box office collection day 6 ranbir kapoor yash

Ramayana Box Office: માત્ર 6 દિવસમાં ₹800 કરોડ ક્લબમાં એન્ટ્રી, અમેરિકામાં પણ રેકોર્ડ

LAYOFFS

Layoffs: લો હવે આ કંપનીએ કરી છટણીની શરૂઆત, ભારતમાં લગભગ 1,000 નોકરી પર જોખમ

8th pay commission retirement pension rules salary arrears

8મું પગાર પંચ: જો તમે 8મા પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થાઓ તો શું? બાકી પગાર અને પેન્શન માટેના નિયમો સમજો

ramayana part 1 box office collection worldwide day 5

બોક્સ ઓફિસ પર 'રામાયણ'નું તોફાન: 5 દિવસમાં ₹663 કરોડ પાર, તૂટ્યો 'ધુરંધર'નો રેકોર્ડ

whirlpool hikes prices of refrigerators ac washing machines

તમારું હોમ એપ્લાયન્સ બજેટ બગડશે: જાણો વ્હર્લપૂલના ઉત્પાદનો કેમ થયા મોંઘા