દિવાળીની ઘરાકીમાં મોટો ઝટકો! મુંબઈના વેપારીઓના કરોડોના ડ્રાયફ્રુટ કોલ્ડસ્ટોરેજમાં અટવાયા, FDAની શરતી રાહત
દિવાળીની ઘરાકી વચ્ચે મુંબઈના વેપારીઓનો કરોડો રૂપિયાનો ડ્રાયફ્રુટ સ્ટોક કોલ્ડસ્ટોરેજમાં અટવાઈ જતાં વેપારને મોટો ફટકો પડ્યો છે.એક સપ્તાહ બાદ FDAએ શરતી પરવાનગી આપતાં વેપારીઓને આંશિક રાહત મળી છે, પરંતુ માલ છોડાવવાની પ્રક્રિયામાં હજુ 2થી 3 દિવસ લાગી શકે છે.

મુંબઈમાં દિવાળીની ખરીદી વચ્ચે ડ્રાયફ્રુટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. મોટા કોલ્ડસ્ટોરેજ પર FDAની કાર્યવાહી બાદ કરોડો રૂપિયાનો ડ્રાયફ્રુટ, નટ્સ અને વિદેશી બેરીનો સ્ટોક એક સપ્તાહ સુધી અટવાઈ ગયો હતો. આ સ્થિતિને કારણે નવી મુંબઈની APMCમાં દિવાળીના સમયનો ડ્રાયફ્રુટ વેપાર 30થી 40 ટકા ઘટવાની ચર્ચા છે. હવે FDA તરફથી વચગાળાની શરતી રાહત મળતાં વેપારીઓને થોડો વેપાર ફરી શરૂ થવાની આશા છે.
મુંબઈના ડ્રાયફ્રુટનો 60% સ્ટોક એક જ કોલ્ડસ્ટોરેજમાં
વાશી APMCના એક ડ્રાયફ્રુટ વેપારીના જણાવ્યા મુજબ, સાવલા કોલ્ડસ્ટોરેજની ક્ષમતા 25થી 30 હજાર ટન છે અને મુંબઈના ડ્રાયફ્રુટનો આશરે 60% સ્ટોક અહીં રાખવામાં આવે છે. વેપારીઓએ દિવાળીની માંગને ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનાથી સ્ટોક એકત્રિત કર્યો હતો. પરંતુ તહેવારોની ઘરાકી શરૂ થઈ ત્યારે જ સ્ટોક કોલ્ડસ્ટોરેજમાં અટવાઈ જતાં વેપારીઓને મુશ્કેલી અને નુકસાનનો સામનો કરવો પડ્યો.
કોર્પોરેટ ગિફ્ટના ઓર્ડર પણ કેન્સલ થયા
એક સપ્તાહ સુધી માલ ઉપલબ્ધ ન થતાં કોર્પોરેટ ગિફ્ટના વેપારીઓને પણ અસર થઈ છે. APMCમાં ટોચના 10 કોર્પોરેટ ગિફ્ટનો વેપાર કરતા વેપારીઓના આશરે ₹5 કરોડના ઓર્ડર કેન્સલ થયાનો અંદાજ છે. વેપારીઓનું કહેવું છે કે દિવાળીના પીક સીઝનમાં માલ સમયસર ન મળવાથી ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી પડી હતી.
FDAની શરતી મંજૂરી બાદ હવે કેવી રીતે મળશે માલ?
વેપારીઓની વારંવારની રજૂઆત બાદ FDA અધિકારીઓએ સ્થિતિને ધ્યાનમાં લઈને વચગાળાની રાહતનો આદેશ આપ્યો છે. જોકે, તમામ વેપારીઓને તરત જ માલ છોડાવવાની મંજૂરી નહીં મળે. જે વેપારી સામે હજુ સુધી કોઈ તપાસ શરૂ થઈ નથી, તેમના સ્ટોકને નિર્ધારિત પ્રક્રિયા બાદ છોડવાની પરવાનગી મળશે. તેના માટે વેપારીએ પહેલાં ચલણ બનાવીને કોલ્ડસ્ટોરેજને આપવું પડશે. ત્યારબાદ કોલ્ડસ્ટોરેજના અધિકારી FDAને જાણ કરશે. FDA અધિકારી માલની તપાસ કરવા સ્થળ પર આવશે. માલની ચકાસણી થયા બાદ જ તેનો કબજો વેપારીને આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં 2થી 3 દિવસનો સમય લાગી શકે છે.
પેરીશેબલ માલની ગુણવત્તા અંગે વેપારીઓની ચિંતા
વેપારીઓએ જણાવ્યું કે પેરીશેબલ ગુડ્સની ગુણવત્તા સમય જતાં ખરાબ થવાની શક્યતા હોવાથી FDA પ્રશાસનને પણ વેપારીઓના નુકસાનની સ્થિતિ સમજાઈ છે. વેપારીઓ હવે પ્રક્રિયા વધુ ઝડપી બને અને અટવાયેલો માલ સમયસર બજારમાં આવી શકે તે માટે પ્રશાસનના સહકારની અપેક્ષા રાખી રહ્યા છે.
આ પણ જુઓ :
Also Read

હાઈકોર્ટના નકલી આદેશોના આધારે ભારતે 129 સટ્ટાબાજી વેબસાઈટ્સ બ્લોક કરી: મોટો ઘટસ્ફોટ

ખેડૂતો અને નાના વેપારીઓની દિવાળી: ₹67,000 કરોડના પેકેજને કેબિનેટની મંજૂરી, જાણો વિગત

શાહરૂખ ખાનની સંપત્તિમાં ₹2,490 કરોડનો કડાકો: છતાં નંબર-1? જાણો ક્યાં રોક્યા છે પૈસા?

માત્ર 7 મહિનામાં 21,800 કંપનીઓ પર વાગ્યા તાળાં! MCA ડેટામાં ચોંકાવનારો મોટો ખુલાસો

Ramayana Box Office: માત્ર 6 દિવસમાં ₹800 કરોડ ક્લબમાં એન્ટ્રી, અમેરિકામાં પણ રેકોર્ડ

Layoffs: લો હવે આ કંપનીએ કરી છટણીની શરૂઆત, ભારતમાં લગભગ 1,000 નોકરી પર જોખમ

8મું પગાર પંચ: જો તમે 8મા પગાર પંચ લાગુ થાય તે પહેલાં નિવૃત્ત થાઓ તો શું? બાકી પગાર અને પેન્શન માટેના નિયમો સમજો




